Skip to main content
Settings Settings for Dark

વડાપ્રધાન મોદીના હસ્તે ઝોઝીલા ટનલનો શિલાન્યાસ, 25 હજાર કરોડના વિકાસકાર્યોનો આરંભ

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના એક દિવસના પ્રવાસે છે. લેહમાં તેમણે ઝોઝીલા ટનલ નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. એક દિવસના પ્રવાસમાં વડાપ્રધાન 25 હજાર કરોડના વિકાસકાર્યોનો શુભારંભ કરાવશે.

    વડાપ્રધાન જમ્મુ યુનિવર્સિટીથી જમ્મુ-શ્રીનગર રિંગ રોડનો શિલાન્યાસ પણ કરશે. સાથે જ વડાપ્રધાન જનરલ જોરાવરસિંહ ઓડિટોરીયમ ખાતેથી 1 હજાર મેગાવોટની વીજ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન દિલ્હીથી સીધા લેહ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઝોઝીલા ટનલનો શિલાન્યાસ કર્યો હતો. રશે.ઝોઝીલા ટનલની લંબાઈ 14.20 કિમી હશે. 6,808.69 કરોડ રુપિયાના ખર્ચે આ ટનલનું નિર્માણ હાથ ધરાશે. ટનલના નિર્માણથી શ્રીનગ, કારગિલ અને લેહને જોડતો માર્ગ વ્યવહાર વધુ સરળ બનશે. દર વરસે બરફવર્ષાને કારણે લેહ-કારગિલના વિસ્તારો દેશના અન્ય પ્રદેશથી કપાઈ જાય છે. આ ટનલના નિર્માણથી સ્થાનિક લોકો તથા પ્રવાસીઓને પણ લાભ મળશે. માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઝોઝીલા ટનલ વ્યૂહાત્મક રીતે પણ અગત્યની પુરવાર થશે. તેના કારણે ભારતીય સૈન્ય બારે માસ કારિગલ સહિતના સરહદી વિસ્તારો સુધી અવરજવર કરી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply