કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવની કાર્યવાહીનો આરંભ, 4 વાગે મત લેવાશે
Live TV
-
કોંગ્રેસ અને જેડીએસની અરજી પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેઓ શનિવારે સદનમાં વિધાનસભામાં બહુમત સાબિત કરી દેશે અને તેમની પાસે પુરતી સંખ્યામાં બળ છે.
કોંગ્રેસ અને જેડીએસની અરજી પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેઓ શનિવારે સદનમાં વિધાનસભામાં બહુમત સાબિત કરી દેશે અને તેમની પાસે પુરતી સંખ્યામાં બળ છે.
યેદિયુરપ્પાના દિકરા રાઘવેન્દ્રે કહ્યું છે કે વિશ્વાસ મત જીતવાને લઇને અમે સો ટકા વિશ્વાસ છે, અમારે માટે કોઇ સમસ્યા નથી. કર્ણાટકમાં હાજર ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ જણાવ્યું છે કે તેઓ બહુમત સાબિત કરીશું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને જેડીએસ દ્વારા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાના લઇને આમંત્રણ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આવતી કાલે 4 વાગ્યા સુધીમાં યેદિયુરપ્પાએ બહુમત સાબિત કરવો પડશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને આમંત્રણ આપ્યુ હતુ. ત્યાર બાદ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં સ્પ્રીમ કોર્ટે વજુભાઈ વાળાના નિર્ણયને ફટકો આપ્યો હતો.
આ સુનાવણી દરમિયાન ભાજપના વકીલે 7 દિવસનો સમય માંગયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાને 28 કલાકનો સમય આપ્યો છે.. ત્યારે હવે આવતી કાલે 4 વાગે ગૃહમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવાની રહેશે.