કર્ણાટક વિધાનસભામાં શનિવારે બહુમત પુરવાર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
Live TV
-
કર્ણાટક વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સવારે વિસ્તૃત સુનાવણી યોજાઈ હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે રાજ્યની ભાજપ સરકારને આદેશ આપ્યો છે. અગાઉ રાજ્યપાલ વજુભાઈ વાળાએ બહુમત પુરવાર કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો.
કર્ણાટક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ભાજપના વકીલ મુકુલ રોહતગી અને કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબલે દલીલો કરી હતી. સિંઘવીએ કોંગ્રેસ અને જેડીએસ સહેજ પણ વિલંબ વિના આવતીકાલે શક્તિ પરીક્ષણ માટે તૈયાર હોવાનું સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. સુનાવણી દરમ્યાન જસ્ટિસ સીકરીએ કહ્યું હતું કે અમારી પાસે બે વિકલ્પ છે. રાજ્યપાલના નિર્ણય પર ટેસ્ટ કરવામાં આવે અથવા શનિવારે જ શક્તિ પરીક્ષણ થાય. બાદમાં કોર્ટે શનિવારે બહુમત પુરવાર કરવા ભાજપ સરકારને આદેશ આપ્યો હતો. વિશ્વાસ મત પરીક્ષણની વીડિયોગ્રાફી કરવાની માગણી સુપ્રીમ કોર્ટે નકારી હતી.