રમજાનના પહેલા જ દિવસે પાકિસ્તાનનો યુદ્ધવિરામ ભંગ
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં ગઈ કાલે રમજાનના પ્રથમ દિવસે જ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સાંબા અને કઠુઆ સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ ભારતીય સૈન્ય તથા રહેણાક વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. અરણિયા તથા આરએસ પુરા સેક્ટરમાં શુક્રવારે સવારથી ગોળીબાર ચાલુ છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
કેન્દ્ર સરકારે બુધવારે રમજાન માસ દરમ્યાન સૈન્ય અભિયાન પર રોક મૂકવાની જાહેરાત કરી હતી. જો કે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે જો સામેથી હુમલા થશે તો સૈન્ય તેનો જવાબ જરુર આપશે. ભારત સરકારની આ પહેલની આતંકવાદીઓ તથા પાકિસ્તાની સૈન્ય પર કોઈ અસર થઈ નથી. અરણિયા સેક્ટરમાં પાકિસ્તાની સૈન્યના ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે તથા અન્ય એક જવાન ઘાયલ થયો છે.