દેશમાં વંશવાદના રાજકારણનો અંતઃ મોદી
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશમાં વંશવાદના રાજકારણનો અંત આવ્યો છે. હવે લોકો ભાજપ અને આકરા પરિશ્રમનું રાજકારણ કરી રહ્યા છે. ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓની સંયુક્ત બેઠકના સમાપન સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને લોકો માટે કામ કરીને તેમની સાથે જોડોવા અપીલ કરી હતી.
નવી દિલ્હીમાં ગુરુવારે મોડી સાંજે વડાપ્રધાને પાર્ટીના પદાધિકારીઓની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકો ભારતીય જનતા પાર્ટી અને તેના આકરા પરિશ્રમનું સમર્થન કરી રહ્યા છે. બેઠકનું ઉદ્ધાટન અમિત શાહે કર્યું હતું.
અમિત શાહે કેન્દ્રની યોજનાઓનો લાભ જેમને મળ્યો છે એવા 22 કરોડ લોકો સુધી પહોંચવા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી હતી. શાહે ઉમેર્યું હતું કે આજે રાજ્યના 21 રાજ્યમાં પાર્ટની સરકાર છે અને પાર્ટીનું લક્ષ્ય દેશને અગ્રેસર બનાવવાનું છે. શાહે પદાધિકારીઓને નમો એપ સાથે જોડાયેલા રહેવા પણ જણાવ્યું હતું.