યેદીયુરપ્પાએ ખેડૂતોના એક લાખ રુપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી
Live TV
-
કર્ણાટકના મુખ્યમંત્રી પદે શપથ લીધા એ સાથે જ યેદીયુરપ્પાએ ખેડૂતોનું એક રુપિયા સુધીનું દેવુ માફ કરવાની જાહેરાત કરી હતી.
કર્ણાટકમાં સત્તાની સાઠમારી વચ્ચે ગુરુવારે નવા મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ ખેડૂતોના એક લાખ રુપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી. શપથ લીધા પછી તુરંત તેમણે આ ઘોષણા કરી હતી. દરમ્યાન કોંગ્રેસ અને જેડીએસે ભાજપ સરકારના વિરોધમાં મોટાપાયે દેખાવો શરુ કર્યા હતા. તેમણે રાજ્યપાલના નિર્ણયના વિરોધમાં દેખાવો કર્યા હતા. આ પહેલા કોંગ્રેસ અન જેડીએસે ગુરુવારે મધરાતે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી રાજ્યપાલના નિર્ણય સામે મનાઈહૂકમની માગણી કરી હતી. રાત્રે સાડા ચાર વાગ્યા સુધી ચાલેલા સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની માગણી ફગાવી દીધી હતી. કોંગ્રેસનો દાવો છે કે યેદીયુરપ્પા પાસે પૂરતું સંખ્યાબળ નથી. જ્યારે યેદીયુરપ્પા બહુમત પુરવાર કરવાનો વિશ્વાસ ધરાવે છે.
75 વર્ષના યેદીયુરપ્પાએ ગુરુવારે સવારે 9 વાગ્યે શપથ લીધા હતા. ભાજપ 222 બેઠકોમાંથી 104 પર જીત્યું છે. ભાજપે બહુમત સાબિત કરવા હજી 8 ધારાસભ્યોની જરૂર છે. તેવામાં પાર્ટી તરફથી વિરોધ પક્ષના જે ધારાસભ્યોને લોભાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, તેમને વિશ્વાસ મત વખતે યેદિયુરપ્પા માટે મતદાન કરવાનું કહેવામાં આવી શકે છે.
ભાજપ એવો પણ તર્ક આપી રહી છે કે, લોકોએ કોંગ્રેસ વિરૂદ્ધ મતદાન કર્યું છે અને જેડીએસ ઘણા ઓછા અંતર સાથે ત્રીજા સ્થાને છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા બેઠકોનો ફાયદો થવા છતાંયે ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે, તે સરકાર બનાવવાથી પાછળ નહીં હટે. ભાજપે એ પણ તર્ક રજુ કર્યો છે કે, 1996માં કેવી રીતે ગુજરાતની ભાજપ સરકારને હટાવવામાં આવી, શંકર સિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યાં પણ સરકાર ચલાવી ન શક્યા.