કેન્દ્રીય કેબિનેટમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને મળી મંજુરી
Live TV
-
1 હજાર 504 કિ.મી.ના વેસ્ટર્ન ફ્રેટ કોરિડોરમાં ફ્રેટ ગામ પણ તૈયાર કરાશે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશમાં પ્રાથમિક સ્ટ્રક્ચરની મંજૂરી માટે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં લોજીસ્ટિક હબને મંજૂરી આપવામાં આવી છે. 1 હજાર 504 કિ.મી.ના વેસ્ટર્ન ફ્રેટ કોરિડોરમાં ફ્રેટ ગામ પણ તૈયાર કરવામાં આવશે. તેમજ એન.સી.આર.માં મેટ્રોને વધારવા માટે દિલ્હી મેટ્રો કોરિડોરમાં હવે મેટ્રો નોઈડા સિટી સેન્ટરથી સેક્ટર 62 સુધી જશે. 6.67 કિ.મી.ના આ રૂટ પર 1 હજાર 967 કરોડ રૂપિયા ખર્ચ થશે. જેમાં ભારત સરકારની ભાગીદારી 340.60 કરોડ રૂપિયા હશે. આર્થિક મામલાની મંત્રીમંડળ સમિતિએ સિંચાઇને વધારે પ્રભાવી બનાવવા માટે પ્રધાનમંત્રી કૃષિ યોજના અંતર્ગત સમર્પિત એમ.આઈ.એસ. સ્થાપિત કરવા માટે નાબાર્ડ સાથે 5 હજાર કરોડ રૂપિયાની પ્રારંભિક રકમ દેવાની મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય સુવિધાઓને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ઝારખંડને એમ્સને ભેટ આપી છે.