રમઝાન મહિનામાં જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા અભિયાન નહિ ચલાવાય : રાજનાથ સિંહ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો.
કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને રમઝાનના પવિત્ર મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા અભિયાન ન ચલાવવા કહ્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને આ બાબતે કેન્દ્રના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ હુમલામાં સુરક્ષાદળોને જવાબી કાર્યવાહીમાં કોઈ આદેશની મંજૂરી લેવી પડશે નહીં. ગૃહમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે, કેન્દ્ર સરકારની આ પહેલને બધાનો સહકાર મળશે અને રમઝાનના મહિનામાં શાંતિ બની રહેશે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.