કર્ણાટકમાં ગઠબંધનની સરકાર પડી
Live TV
-
23 દિવસથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત
કર્ણાટકમાં 23 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. કર્ણાટકમાં કોંગેસ-જે.ડી.એસ.ની સરકાર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી છે. કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયુ હતુ.
કર્ણાટકમાં 23 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. કર્ણાટકમાં કોંગેસ-જે.ડી.એસ.ની સરકાર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી છે. કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયુ હતુ. જેમાં વિશ્વાસ મતના વિરોધમાં 105 મત પડ્યા હતા. જ્યારે કોંગ્રેસ-જે.ડી.એસ. સરકારના ગઠબંધનમાં કુમાર સ્વામીને માત્ર 99 મત મળ્યા હતા. વિધાન સભામાં કુમાર સ્વામીએ બહુમત સાબિત ન કરી શકતા તેમની સરકાર પડી ગઈ છે. જેથી હવે કુમાર સ્વામીએ રાજીનામુ આપવું પડશે. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંગલુરુમાં 48 કલાક માટે ધારા 144ની કલમ લાગુ કરી દેવાઈ છે.
