મોટર વાહન સંશોધક વિધેયક અને શ્રમ સુધારા સાથે જોડાયેલ બિલ સંસદમાં પસાર
Live TV
-
લોકસભામાં મંગળવારે સડક સુરક્ષા સાથે જોડાયેલ મોટર વાહન સંશોધન વિધેયક 2019ને પસાર કર્યું હતું. આ વિધેયકમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર વધુ દંડ, વાહન વીમો, અને સડક સુરક્ષા સંબંધી અનેક જોગવાઈ સામેલ છે. સરકાર આ નવા કાયદા દ્વારા ન માત્ર સડક દુર્ઘટના ઘટાડવા ઇચ્છે છે કે પરંતુ પરિવહન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ ઇચ્છે છે. વિધેયકની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આનાથી રાજ્યના અધિકારોનું હનન થશે નહીં. આ ઉપરાંત સરકારે શ્રમ સુધારાથી જોડાયેલ બે વિધેયક લોકસભામાં રજૂ કર્યા હતા. આ સાથે દેશમાં 40 કરોડ શ્રમયોગી કાર્ય સ્થિતિ , પગાર, આરોગ્ય સુવિધા, અને અન્ય વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો લાવી શકાશે. આ ઉપરાંત સંસદમાં નાણાં અને વિનયોગ વિધેય 2019 પસાર કરાયા હતા. રાજ્યસભામાં ચર્ચા બાદ નાણાં વિધેયક પાસ કર્યું, જેને લોકસભાએ અગાઉ પસાર કર્યું હતું. આ ચર્ચા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબમાં કહ્યું હતું કે, સરકાર નવા ભારત નિર્માણને ધ્યાને રાખીને કર જોગવાઈમાં પરિવર્તન કર્યું છે.
