દિવ્યકલા શક્તિ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી
Live TV
-
પીએમ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા
મંગળવારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા બાલયોગી સભાગાર સંસદીય જ્ઞાનપીઠમાં સાંસ્કૃતિક સંધ્યા દિવ્યકલા શક્તિ દિવ્યાંગતામાં ક્ષમતાનું પ્રદર્શન નું આયોજન કરાયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયાનાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. સાંસ્કૃતિક સંધ્યામાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના દિવ્યાંગ બાળકોની સર્જનશીલતા , કલાત્મક ક્ષમતાને દર્શાવી હતી. ગાયન નૃત્ય અને સંગીતમાં બાળકોની ઉત્કૃષ્ટ પ્રતિભાએ લોકોને સંમોહિત કર્યા હતા.
