કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ
Live TV
-
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. કુમાર સ્વામી સરકાર પર સંકટ ઉભું થયું છે.
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. કુમાર સ્વામી સરકાર પર સંકટ ઉભું થયું છે. એક દિવસ પહેલાં બે અપક્ષ ઉમેદવારોએ સરકારમાંથી સમર્થન પાછું લઈ લીધું હતું. બીજી તરફ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પણ રાજીનામાં આપે તેવા અહેવાલ છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંમ્હા રાવે જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનને અનૈતિક ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે જનાદેશ વિરૂદ્ધ ફક્ત સત્તા માટે રાજ્યમાં ગઠબંધન થયું હતું. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે સત્તા બચાવવા માટે કોંગ્રેસ ભાજપા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાં રાજ્યના રાજ્યપાલે એક્શન લઇને સંબંધિત દળોને નોટીસ પાઠવવી જોઇએ.
