Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય કેબિનેટે ઈન્ડિયન એક્ઝીમ બેંકને 6,000 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી

Live TV

X
  • કેન્દ્રીય કેબિનેટે આજે ઈન્ડિયન એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક એટલે કે એક્ઝીમ બેંકને છ હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી દીધી છે. જેથી બેંકની અધિકૃત રોકડ રકમ હવે દસ હજાર કરોડથી વધીને વીસ હજાર કરોડ થઈ ગઈ છે.

    કેન્દ્રીય કેબિનેટે આજે ઈન્ડિયન એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક એટલે કે એક્ઝીમ બેંકને છ હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી દીધી છે. જેથી બેંકની અધિકૃત રોકડ રકમ હવે દસ હજાર કરોડથી વધીને વીસ હજાર કરોડ થઈ ગઈ છે. દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું હતું કે આ માટે બહાર પાડવામાં આવેલ રિકેપીટેલાઈઝેશન બોન્ડ ખાનગી બેંકની જેમ જ હશે. એક્ઝીમ બેંક દેશની મહત્વની એક્સપોર્ટ ઋણ એજન્સી છે. ત્યારે રોકડ વધારવાથી બેંક પાસેથી નિકાસકારોને મદદ માટે પૂરતી ધનરાશી મળી રહેશે..આ સાથે મંત્રિમંડળે સમાવિષ્ટ ઈ-ફાઈલિંગ અને કેન્દ્રીકૃત પ્રોસેસિંગ કેન્દ્ર પરિયોજના માટે ચાર હજાર બસો કરોડથી વધુ ખર્ચના પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. આ સાથે મંત્રીમંડળે 13 નવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો માટે ત્રણ હજાર છસ્સો ઓગણચાલીસ કરોડ રુપિયા સંશોધિત રકમની પણ મંજૂરી આપી છે. આ રકમ દ્વારા માળખાકીય નિર્માણ અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ કેન્દ્રીય વિશ્વવિધાલય બિહાર ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર કર્ણાટક કેરળ ઓડીશા પંજાબ રાજસ્થાન તામિલનાડુ અને ઝારખંડના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply