Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસવીપી હોસ્પિટલ અને ગ્લોબલ ટ્રેડશોનું કર્યું ઉદ્ઘાટન

Live TV

X
  • મલ્ટી સ્પેશ્યાલીટી એવા સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને , પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે દેશને અર્પણ કરશે. 1300 બેડનો જનરલ વોર્ડ ધરાવતી આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર , હેલિપેડની વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થઈ શકે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ પહોંચીને ગ્લોબલ ટ્રેડશો અને કોર્પોરેશન દ્વારા બનાવેલી અત્યાધુનિક નવી એસવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.

    ગુજરાત સરકારનું અત્યંત આધુનિક મેડિકલ સેવા કેન્દ્ર , અમદાવાદમાં તૈયાર થઇ ચુક્યું છે. મલ્ટી સ્પેશ્યાલીટી એવા સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને , પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે દેશને અર્પણ કરશે. 1300 બેડનો જનરલ વોર્ડ ધરાવતી આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર , હેલિપેડની વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થઈ શકે.

    વાડીલાલ સારાભાઇ હોસ્પિટલની બરાબર પાછળ , આ નવી મેડિકલ સર્વિસ શરૂ થવાને કારણે , લોકોને સસ્તી અને અસરકારક સારવાર મળી શકશે. મા અમૃતમ યોજના અને અન્ય આરોગ્ય યોજનાઓને આવરી લેતી આ હોસ્પિટલમાં , ગરીબોને પરવડી શકે , તેવી સસ્તી સારવાર કરવામાં આવશે. આરોગ્ય સેવાને વધુ સસ્તી બનાવવા તરફનું , ગુજરાત સરકારનું આ પહેલું કદમ છે.

    આ ઉપરાંત અમદાવાદના આંગણે , એક અનેરો મહોત્સવ યોજાવાનો છે, અને તે છે અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 2019. દુબઇમાં યોજાતા દુબઇ શોપિંગ ફેસ્ટીવલની તર્જ પર જ , આ શોપિંગ ફેસ્ટીવલ , 17થી 28 જાન્યુઆરી સુધી યોજાઇ રહ્યો છે. પાંચ હજાર બ્રાંડના અલગ-અલગ ઉત્પાદકનો તેમાં મળશે. ગ્રાહકોને સસ્તી અને ડિસ્કાઉન્ટ સાથેની ચીજવસ્તુઓ એમાં મળી શકશે. જેથી આ શોપિંગ ફેસ્ટીવલનો લોકો વધુમાં વધુ લાભ લઇ શકે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આ ફેસ્ટીવલ યોજાવાને કારણે , દેશ-વિદેશથી આવનારા પ્રતિનિધિઓ , અને રાજનેતાઓ પણ , આ શોપિંગ ફેસ્ટીવલને મન ભરીને માણશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply