પ્રધાનમંત્રીએ 352 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13 કિલોમીટર લાંબા બાયપાસ રોડનું ઉદ્ધઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ધાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કોલ્લમ ખાતે 352 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13 કિલોમીટર લાંબા બાયપાસ રોડનું ઉદ્ધઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે એક જનસભાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ પર , ખાસ ફોકસ કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું , કે કોંગ્રેસના શાસનમાં કેટલીક યોજનાઓ , 25 વર્ષ સુધી અટકી રહી હતી, પરંતુ અમારું લક્ષ્ય , એ યોજનાઓને પૂર્ણ કરવાનું છે. પ્રધાનમંત્રીએ અટલ બિહારી બાજપેયીના વિઝનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું , કે અટલજીનો વિશ્વાસ, પાવર ઓફ કનેક્ટિવીટીમાં હતો. અમે તેમના વિઝનને આગળ વધારી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું , કે અમે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને , ઝડપથી આગળ વધારવા માંગીએ છીએ. કેરળમાં ટુરીઝમને પ્રોત્સાહન આપવા અંગેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું , કે અમારા પ્રયાસોને કારણે , 2018માં કેરળ ટુરીઝમ ઇન્ડસ્ટ્રી , પાવર રેંકિંગમાં ત્રીજા નંબર પર આવી છે. દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે ઓડિશાની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેમણે , અનેક નવી વિકાસ પરીયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પીએમે નવી રેલેવ લાઇન,, ઓડિશાના મંદિરો અને સ્મારકોનાં જીર્ણોદ્ધાર, અને નવીનીકરણ કાર્યોનું ઉદ્ધાટન કર્યું હતું.
