દેશભરના વિદ્યાલય, મહાવિદ્યાલયોમાં શૈક્ષણિક વર્ષ 2019-20થી લાગુ થશે 10 ટકા આર્થિક અનામત
Live TV
-
માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે નવી દિલ્હીમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું , કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ , અને અન્ય પછાત વર્ગની વર્તમાન અનામત વ્યવસ્થામાં કોઈ છેડછાડ વગર આર્થિક રૂપથી નબળા વર્ગની આ અનામત લાગુ કરાશે.
દેશના લગભગ 40 હજાર મહાવિદ્યાલય અને 900 વિશ્વ વિદ્યાલયમાં, સામાજિક શ્રેણીના આર્થિક રૂપથી નબળા વર્ગના લોકો માટે , 10 ટકા અનામતની વ્યવસ્થા શૈક્ષણિક વર્ષ 2019 - 2020થી જ લાગુ કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે નવી દિલ્હીમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું , કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ , અને અન્ય પછાત વર્ગની વર્તમાન અનામત વ્યવસ્થામાં કોઈ છેડછાડ વગર આર્થિક રૂપથી નબળા વર્ગની આ અનામત લાગુ કરાશે. તેમણે કહ્યું હતું કે, વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ અને અખિલ ભારતીય તકનીક શિક્ષા પરિષદ એક સપ્તાહની અંદર આ આદેશ જાહેર કરી દેશે.
