પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં તૈયાર અત્યાધુનિક મેડિકલ હોસ્પિટલ દેશને કરશે અર્પણ
Live TV
-
1300 બેડના જનરલ વોર્ડ ધરાવતાં આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર હેલિપેડની વ્યવસ્થા પણ છે જેને કારણે એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થાય તેવી સુવિધા મળશે
ગુજરાત સરકારના અત્યંત આધુનિક મેડિકલ સેવાનું કેન્દ્ર અમદાવાદમાં તૈયાર થઇ ચુક્યું છે. મલ્ટી સ્પેશ્યાલીટી એવા સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીએ દેશને અર્પણ કરશે. 1300 બેડના જનરલ વોર્ડ ધરાવતાં આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર હેલિપેડની વ્યવસ્થા પણ છે, જેને કારણે એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થાય તેવી સુવિધા તૈયાર કરાઇ છે. વાડીલાલ સારાભાઇ હોસ્પિટલની બરાબર પાછળ આ નવી મેડિકલ સર્વિસ શરૂ થવાને કારણે લોકોને સસ્તી અને અસરકારક સારવાર મળી શકશે.મા અમૃતમ યોજના અને અન્ય આરોગ્ય યોજનાઓને આવરી લેતી આ હોસ્પિટલમાં ગરીબોને પરવડી શકે તેવી સસ્તી સારવાર કરવામાં આવશે. આરોગ્ય સેવાને વધુ સસ્તી બનાવવા તરફનું ગુજરાત સરકારનું આ પહેલું કદમ છે.આ ઉપરાંત અમદાવાદના આંગણે એક અનેરો મહોત્સવ યોજાઇ રહ્યો છે અને તે છે અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 2019.દુબઇમાં યોજાતા દુબઇ શોપિંગ ફેસ્ટીવલની તર્જ પર જ આ શોપિંગ ફેસ્ટીવલ 17થી 28 જાન્યુઆરી સુધી યોજાઇ રહ્યો છે. પાંચ હજાર બ્રાંડની અલગઅલગ ચીજવસ્તુઓ તેમાં મળશે.ગ્રાહકોને સસ્તી અને ડિસ્કાઉન્ટ સાથેની ચીજવસ્તુઓ મળી શકશે જેથી આ શોપિંગ ફેસ્ટીવલનો વધુમાં વધુ લોકો લાભ લઇ શકે.વાયબ્રન્ટ ગુજરાત સમિટી દરમિયાન યોજાનારા આ ફેસ્ટીવલને કારણે દેશવિદેશથી આવનારા પ્રતિનિધિઓ અને રાજનેતાઓ પણ આ શોપિંગ ફેસ્ટીવલને મનભરીને માણશે.
