કર્ણાટકમાં રાજકીય સંકટ યથાવત
Live TV
-
કર્ણાટકમાં કોંગ્રેસ અને જે.ડી.એસ. ને પોતાની સરકાર બચાવવા માટે ભારે મથામણ કરવી પડી રહી છે. બંને રાજકીય પક્ષ પોતાની સરકાર બચાવવા છેલ્લા પ્રયાસમાં વિધાનસભામાં એક વિધેયક રજૂ કર્યું છે. અને કોંગ્રેસના ચીફ વ્હીપે તમામ ધારાસભ્યોને વ્હીપ ઇસ્યૂ કરીને વિધેયકની તરફેણમાં મતદાન કરવા જણાવાયું છે. કર્ણાટકમાં જોવા મળતા રાજકીય સંકટ અંગે મુખ્યમંત્રી કુમારસ્વામીએ શુક્રવારે સ્પીકર પાસે બહુમતી સાબિત કરવા માટે સમય માંગ્યો છે. તેઓએ વિધાનસભામાં કહ્યું કે રાજ્યમાં જે સ્થિતિ છે તેને જોતા તેને બહુમતી સાબિત કરવા માટે સમય આપવામાં આવે. કર્ણાટકમાં કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યો અત્યાર સુધીમાં રાજીનામા આપી ચુક્યા છે. જો કે સ્પીકરે આ રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. રાજીનામાનો સ્વીકાર ન થતાં બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 16 જુલાઈ સુધી સ્થિતિ યથાવત જ બનાવી રાખો. બળવાખોર ધારાસભ્યોનો પક્ષ રાખતાં વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે વિધાનસભા સ્પીકર રમેશ કુમાર કેટલીક પરિસ્થિતિઓને છોડીને અદાલત પ્રત્યે જવાબદાર બને.
