Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં વરસાદના કારણે 17ના મોત

Live TV

X
  • ઉત્તર - પૂર્વના રાજ્યોમાં વરસાદનું જોર વધતાં આસામમાં પરિસ્થિતિ વધુ વણસી છે. બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવતાં પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. ચિરાંગ જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે સૈનિકોને તાબડતોબ મોકલવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તથા રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ રાહત કાર્ય શરૂ કર્યું છે. સમગ્ર રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા રસ્તાઓ તૂટી ગયા છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનવલેએ પૂરની પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવા માટે ડેપ્યૂટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તમામ વિસ્તારોમાં મેડિકલ ટીમ તૈનાત કરવા માટે સૂચના આપી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદ થયો છે. મુખ્યમંત્રી નિતીશકુમારે રાજ્યમાં પૂર તથા વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુઝફ્ફરપૂરના કટરા, ઔરાઈ તથા ગાયઘાટમાં સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા સલાહ આપી છે. ઉત્તર પ્રદેશમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ સુધી શાળા - કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન પડોશી દેશ નેપાળમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદને લીધે નેપાળમાં અત્યાર સુધીમાં 17થી વધુ લોકોના મોત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply