Skip to main content
Settings Settings for Dark

ભાજપ સરકારે રાજકીય એકીકરણનાં માર્ગ પર આગળ વધશે

Live TV

X
  • સંસદમાં ગઈકાલે નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર કોઈ પણ ખર્ચમાં ઘટાડો કર્યા વિના  રાજકોષીય એકીકરણના માર્ગ પર આગળ વધવા પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યુ હતું કે ખેડૂતોએ દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે સરકારે દેશમાં વધતી જતી મોંઘવારીને કાબુમાં લીધી છે. તેમણે જણાવ્યુ હતું કે કઝ્યુમર પ્રોડક્ટ ઇંફ્લેશન નો ઇંડેક્સ છેલ્લા પાંચ વર્ષમાં 9.5 થી ઘટીને 3.5 સુધી આવી ગયો છે. તેવી જ રીતે ફૂડ પ્રોડક્ટ ઈન્ફલેશન નો ઇંડેક્સ પણ છેલ્લા પાંચ વર્ષમાં 9 અંકથી ઘટીને 3 અંક કરતાં નીચે આવી ગયો છે. તેમણે જીએસટી અંગે પણ માહિતી આપી હતી.
    કેન્દ્રિય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે રાજ્યસભામાં જણાવ્યુ હતું કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન  દેશમાં રેલ દુર્ઘટનાઓમા ઘટાડો નોંધાયો છે. જ્યારે તેમણે રેલવેના ખાનગીકરણના મામલે જણાવ્યુ હતું કે, રેલવેના ખાનગીકરણનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. રાજ્યસભામાં અને લોકસભામાં ચર્ચા બાદ રેલ મંત્રાલયની અનુદાન માંગણીને  બહાલી આપવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply