Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા

Live TV

X
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટના બોલાવવા પર કોર્ટમાં હાજર રહ્યા હતા. આજે અમદાવાદ એરપોર્ટથી લઇ કોર્ટ સુધી રાહુલ ગાંધીને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. બપોર બાદ કોર્ટમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ ગુનો ન કબુલતાં સુનાવણીના અંતે તેમણે જામીન અરજી કરી હતી જેથી કોર્ટે તેમને 15 હજાર પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. તેમના જામીનદાર તરીકે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા રહ્યા હતા. નોંધનીય છે કે અમદાવાદ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક પર રાહુલ ગાંધીએ રૂપિયા 750 કરોડની જુની નોટો બદલાવવાનો આરોપ મુક્યો હતો જેના વિરોધમાં એડીસીબેંક અને બેંકના ડાયરેકટર અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધીની સામે માનહાનીનો દાવો કર્યો હતો. હવે પછી આ કેસની સુનાવણી 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply