સંસદ પરિસરમાં સાંસદો દ્વારા સફાઇ અભિયાન
Live TV
-
લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. સાથે જ તેમણે તમામ સાંસદોને અભિયાનમાં જોડાવા માટે શપથ લેવડાવ્યા હતા
13 અને 14 જૂલાઇના રોજ ભારતીય લોકતંત્રના મંદિર સમા સંસદ - પરિસરમાં સ્વચ્છતા અભિયાનનો વિશેષ કાર્યક્રમ યોજાયો આવી રહ્યો છે. " સ્વચ્છતા હો સંસદ કી , સંકલ્પના વિકસીત રાષ્ટ્ર કા પૂરા સપનાના" મૂળ મંત્ર સાથે આજે અભિયાનની શરૂઆત થઈ છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. સાથે જ તેમણે તમામ સાંસદોને અભિયાનમાં જોડાવા માટે શપથ લેવડાવ્યા હતા.
આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિના દોઢસો વર્ષ પૂરા થતાં હોવાના પ્રસંગે ભારતને ગંદકી મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં મોદી સરકારની શરૂઆતે પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભ્યાનને જન આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સપનાને પૂર્ણ કરવા તમામ ભારતીય પ્રતિબદ્ધ હોવાનું સાંસદોએ જણાવ્યું હતું.
