કર્ણાટકમાં રાજયપાલ વજુભાઇ વાળાએ એચ.ડી.કુમારસ્વામીને આપ્યું રાજયમાં નવી સરકાર રચવાનું આમંત્રણ
Live TV
-
યેદીયુરપ્પાના રાજીનામા બાદ રાજયપાલે જેડીએસના નેતા કુમારસ્વામીને સરકાર રચવા આમંત્રણ આપ્યું.
કર્ણાટકમાં રાજયપાલ વજુભાઇ વાળાએ જનતાદળ સેક્યુલરના નેતા એચ.ડી.કુમારસ્વામીને રાજયમાં નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. કર્ણાટક વિધાનસભામાં ગઇકાલે બહુમતિ સાબિત કરવા પહેલાં જ સોગંદ લીધા પછી યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. આથી રાજયપાલે જેડીએસના નેતા કુમારસ્વામીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જેડીએસ નેતા એચ.ડી.કુમાર સ્વામી બુધવારે મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. દરમ્યાન ભાજપા અધ્યશ્ર અમીત શાહે જણાવ્યું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળનું મેળ વગરનું જોડાણ લાંબા સમય સુધી રહેશે નહિં. ભાજપા અધ્યક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમનો પક્ષ 2014ના મુકાબલે 2019માં વધુ મજબૂત લઇને ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે, કર્ણાટકની જનતાએ ભાજપેન જ તેમનો વિશ્વાસનો મત આપ્યો છે.
