મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ NRG પરિવારોને જળ સંચય કામોમાં યોગદાન આપવા કર્યું આહ્વાન
Live TV
-
મુખ્યમંત્રીએ વહેલી સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી બિનનિવાસી ગુજરાતીઓ સાથે સંવાદસેતુ સાધ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમેરિકામાં વસતા બિન નિવાસી ગુજરાતી પરિવારોને પોતાના વતન ગામ વિસ્તારમાં તળાવ ઊંડા કરવા સહિતના જળ સંચય કામોમાં યોગદાન આપવા આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રીએ વહેલી સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી બિનનિવાસી ગુજરાતીઓ સાથે સંવાદસેતુ સાધ્યો હતો. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ત્યાં ઉજવાઈ રહેલાં ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે વિજયભાઈ રૂપાણીએ સંબોધન કરતાં ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી. તેમણે આગામી 18, 19, 20 જાન્યુઆરી ના યોજાનારી વાયબ્રન્ટ સમીટમાં સહભાગી થવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું.
