છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલોમાં 6 સુરક્ષાકર્મીઓ શહીદ
Live TV
-
7 જેટલા સુરક્ષાકર્મીઓ તેમના રોજના નિયત પેટ્રોલીંગ પર હતા ત્યારે નકસલીઓએ પેટ્રોલીંગ જીપ પર આઈએડી વિસ્ફોટથી હુમલો કર્યો હતો
છત્તીસગઢના દંતેવાડા વિસ્તારમાં આજે ફરી એક વખત નક્સલી હુમલામાં 6 સુરક્ષાકર્મી સાથે એક સુરક્ષાકર્મી ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. 7 જેટલા સુરક્ષાકર્મીઓ તેમના રોજના નિયત પેટ્રોલીંગ પર હતા ત્યારે નકસલીઓએ પેટ્રોલીંગ જીપ પર આઈએડી વિસ્ફોટથી હુમલો કર્યો. જેમાં 6 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. ઉપરાંત નક્સલીઓ 4 ઈન્ફાલ રાઈફલ, 2 એકે 47 અને બે ગ્રેનેડ પણ લુંટીને જતા રહ્યાં છે. આ ઘટના પછી સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
