કર્ણાટક ચૂંટણી : ભાજપ-કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સંબોધી જનસભાઓ
Live TV
-
કર્ણાટક ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર અંતિમ ચરણમાં છે, ત્યારે ભાજપ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓએ જનસભાઓ સંબોધી મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસો કર્યા. પીએમ મોદીએ વિજયાપુરા અને કોપ્પલમાં રેલીને સંબોધન કર્યું. આ પહેલા પીએમ મોદીએ કુલ 14 રેલીમાં સંબોધિત કરી ચૂક્યા છે.
વિજયાપુરામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસની રાજ્ય સરકારને ભ્રષ્ટાચાર ગણાવી આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભ્રષ્ટ કૉંગ્રેસ સરકારને જનતા ચૂંટણીમાં સજા આપશે.
સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે કૉંગ્રેસ : પીએમ
દેશમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાનો મુદ્દો પણ ચૂંટણી રેલીમાં ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, કૉંગ્રેસ મહિલાઓની સુરક્ષાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાજનીતિ કરવાનું કામ કરી રહ્યું છે અને ત્રણ તલાક જેવા અગત્યના કાયદા મામલે સંસદમાં અડચણ રૂપ બને છે. પીએ મોદીએ કહ્યું કે, કૉંગ્રેસ સરકાર સમાજના ભાગલા પાડવાનું જ કામ કરે છે.
ખેડૂતોની અનદેખી કરે છે ભાજપ : રાહુલ ગાંધી

કર્ણાટકની ચૂંટણીમાં કૉંગ્રેસ પણ તેટલી જ ચૂંટણી સભાઓ સંબોધિત કરી રહી છે, જેટલી ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગલુરૂમાં જનસભા સંબોધી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કરતા ખેડૂતોનો મુદ્દો ચૂંટણી સભામાં ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકાર ખેડૂતોની ચિંતા નથી કરતી.
સમાજના તમામ વર્ગોના વિકાસ માટે કૉંગ્રેસ પ્રતિબદ્ધ : સોનિયા ગાંધી

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમણે વિજયપુરામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ સરકાર તમામ વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
