કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત
Live TV
-
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટનો હાલ કોઈ હલ નજર નથી આવતો. આશા હતી કે શુ્ક્રવારે વિશ્વાસમત બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે પરંતુ એ ન થયું. વિ્શ્વાસમત સ્થાપિત કરવાની પ્રક્રિયા પુરી ન થઇ શકી અને વિધાનસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવાઇ. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ તેમની સરકારને અસ્થિર કરવાની કોશિશ કરી રહી છે.
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટનો હાલ કોઈ હલ નજર નથી આવતો. આશા હતી કે શુ્ક્રવારે વિશ્વાસમત બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે પરંતુ એ ન થયું. વિ્શ્વાસમત સ્થાપિત કરવાની પ્રક્રિયા પુરી ન થઇ શકી અને વિધાનસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવાઇ. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ તેમની સરકારને અસ્થિર કરવાની કોશિશ કરી રહી છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્યોને ખરીદવાની ઘણી ફરિયાદ મળી છે. આ મુદ્દાના કારણે સંસદમાં પણ બંને પક્ષ વચ્ચે હોબાળો થતો રહ્યો. આ તમામ પરિસ્થિતિ વચ્ચે સીએમ કુમારસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જેમાં તેમણે 17 જુલાઈના આદેશનું સ્પષ્ટીકરણ માગ્યું છે. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે બળવાખોર ધારાસભ્યોને વિશ્વાસ મત દરમિયાન સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ફરજ ન પાડી શકાય. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યો ગુરુવારના રોજ વિશ્વાસમતના વિરોધમાં આખી રાત વિધાનસભામાં ધરણા પર બેઠાં હતા. ત્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી જી.પરમેશ્વર ગઈકાલે વિધાનસભામાં ઘરણાં પર બેઠેલા ભાજપના ધારાસભ્યોને મળ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ધારાસભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવુ સરકારનું દાયિત્વ છે. અને આ જ લોકતંત્રની સુંદરતા છે.
