કલમ 370માં શું હતી જોગવાઈ અને તેને હટાવવાનો મતલબ શું ?
Live TV
-
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370માં કેટલાક વિશિષ્ટ અધિકારો છે.. જે જમ્મુ કાશ્મીરને દેશના બીજા રાજ્યોથી અલગ પાડે છે... જેમાં જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકારો પ્રાપ્ત છે..
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370માં કેટલાક વિશિષ્ટ અધિકારો છે.. જે જમ્મુ કાશ્મીરને દેશના બીજા રાજ્યોથી અલગ પાડે છે... જેમાં જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકારો પ્રાપ્ત છે.. જેમાં જમ્મુ કાશ્મીરની બંધારણ સભાને રાજ્યને લગતા કાયદાઓ બનાવવાનો અધિકાર છે... બહારના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે નહીં..
જમ્મુ કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ પણ છ વર્ષનો.. જમ્મુ કાશ્મીરની મહિલા અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેની નાગરિકતા ખતમ થઈ જાય..જમ્મુ કાશ્મીરનો ઝંડો પણ અલગ.. બેવડી નાગરિકતાની જોગવાઈને કારણે હિંસા અને પથ્થરબાજોને પ્રોત્સાહન મળે... કલમ 370 અંતર્ગત વિશેષ અધિકાર પ્રાપ્ત રાજ્યો ઉપરાંત ભારતમાં ક્યાંય પણ જમીન ખરીદવાનો અધિકાર... માહિતીનો અધિકાર કાયદો જમ્મુ કાશ્મીરમાં લાગૂ નહીં.. શિક્ષાનો અધિકાર અને CAGનો કાયદો પણ લાગૂ ન પડે.. 70 વર્ષ પૂર્વે બંધારણમાં જોડાયેલા આ અનુચ્છેદમાં સમજૂતી અંતર્ગત કેન્દ્ર સરકારને માત્ર વિદેશ,રક્ષા અને સંચાર મામલાઓમાં જ હસ્તક્ષેપનો અધિકાર હતો..
અનુચ્છેદ 370 નીચે મળેલી વિશેષ સત્તાના કારણે પંચાયતી રાજ જેવી સુવિધાઓ પણ લાગૂ થઈ શકી ન હતી તેમજ કેન્દ્ર પાસે આર્થિક કટોકટી લગાવવાની સત્તા પણ ન હતી. પરંતુ આર્ટીકલ 370 માં સંશોધન થવાને કારણે જમ્મુ કાશ્મીર પર કેન્દ્રશાસિત પ્રદેશની જેમ વહીવટ કરી શકાશે.
