જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ સ્થપાશે: સુશીલ ગુપ્તા
Live TV
-
AAPના સુશીલ ગુપ્તાએ મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટીકલ 370ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વિવિધ રાજકીય પક્ષોએ આવકાર્યા છે. બસપા, બીજેડી, YSRCP, આપ તથા AIADMKએ ઐતિહાસિક નિર્ણયની સરાહના કરી હતી. તેલુગુ દેશમ પાર્ટીના રવિન્દ્રકુમારે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થશે એમ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના સુશીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયના કારણે જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ સ્થપાશે.
