લોકસભામાં જમ્મૂ કાશ્મીર પુનગર્ઠન ખરડો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ રજૂ કર્યો
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં જમ્મૂ-કાશ્મીર પુનગર્ઠન વિધેયક રજૂ કર્યું. જેમાં જમ્મૂ કાશ્મીરનો વિશેષ બંધારણીય દરજ્જો સમાપ્ત કરવાની વાત કહેવામાં આવી છે. હાલ લોકસભામાં આ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં જમ્મૂ-કાશ્મીર પુનગર્ઠન વિધેયક રજૂ કર્યું. જેમાં જમ્મૂ કાશ્મીરનો વિશેષ બંધારણીય દરજ્જો સમાપ્ત કરવાની વાત કહેવામાં આવી છે. હાલ લોકસભામાં આ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. એક પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીર વિશે કાયદા બનાવવાની સંસદને સંપૂર્ણ સત્તા છે. તેમણે એમ પણ કહ્યું કે શું કોંગ્રેસ ખરેખર એવું ઇચ્છે છે કે યૂએન કાશ્મીરનું મોનિટરીંગ કરે? ખરેખર તો જમ્મૂ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને એમાં કોઈ કાયદાકિય વિવાદ નથી. અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે હું જ્યારે જમ્મૂ-કાશ્મીરની વાત કરું છું ત્યારે એમાં પીઓકે પણ આવી જ જાય છે.
