જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુર્નગઠન સંબંધિત ખરડા પર આજે લોકસભામાં ચર્ચા થશે
Live TV
-
જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટીકલ 370ને નાબૂદ કરવાના સંકલ્પ સાથે ગઈકાલે રાજ્યસભામાં બહુમતિથી ખરડો પસાર થયો હતો.
જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટીકલ 370ને નાબૂદ કરવાના સંકલ્પ સાથે ગઈકાલે રાજ્યસભામાં બહુમતિથી ખરડો પસાર થયો હતો. રાજ્યના પુર્નગઠન સંબંધિત ખરડા પર આજે લોકસભામાં ચર્ચા થશે. આર્ટિકલ 370 નાબૂદ થતાની સાથે જ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે. સાથે જ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને દસ ટકા અનામત આપવા અંગેના બિલ પર પણ ચર્ચા થશે.
