કલમ-370 પર લેવાયેલો નિર્ણય રાષ્ટ્રીયતાથી પ્રેરિત: PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 પર લેવાયેલો નિર્ણય રાષ્ટ્રીયતાથી પ્રેરિત છે, નહીં કે, રાજનીતિથી. એનડીએ સરકારના બીજા કાર્યકાળના 75 દિવસ પૂર્ણ થવાના અવસરે એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં પ્રધાનમંત્રીને જણાવ્યું કે, સરકારે જે મેળવ્યું છે..તે સરકારની નીતિ અને દિશાનું પરિણામ છે. તેમણે જમ્મુ-કાશ્મીરને સ્થાનિક લોકોની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓને મજબૂત રીતે વિકસિત કરવાનું આશ્વાસન આપ્યું હતું.
