SC/ST વિદ્યાર્થીઓને દિલ્હી સરકારની રાહત
Live TV
-
CBSE બોર્ડ પરીક્ષાની બાકીની ફી દિલ્હી સરકાર ભરશે
CBSEની બોર્ડ પરીક્ષાની ફી દિલ્હીમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પહેલાની જેમ જ 50 રૂપિયા ફી ભરી શકશે. પરંતુ તેમાં બાકીની રકમ દિલ્હી સરકાર આપશે. સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું કે, માનવસંસાધન વિકાસ મંત્રાલયના નિર્દેશન પર એસસી અને એસટી સમુદાયના વિદ્યાર્થીઓને રાહત આપવા માટે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે સીબીએસઈએ તાજેતરમાં જ દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાની ફીમાં વધારાની જાહેરાત કરી હતી. જેમાં આ જાહેરાતથી એસસી, એસટી વિદ્યાર્થીઓને રાહત મળશે.
