UP: કાનપુરમાં ગુનેગારોને પકડવાના અભિયાનમાં સામેલ 8 પોલીસકર્મીઓ થયાં શહીદ
Live TV
-
મુખ્યમંત્રીએ શહિદોને આપી ભાવભીની શ્રદ્ધાંજલી
ઉત્તરપ્રદેશના કાનપુરમાં કર્તવ્ય પાલન દરમિયાન શહીદ થયેલાં 8 પોલીસ કર્મીઓને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. પોલીસ કર્મીઓની શહાદતને શત્ શત્ નમન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓ વિરૂધ્ધ , કડકમાં કડક કાર્યવાહી કરવાનો અને તાત્કાલીક આ અંગેનો રિપોર્ટ આપવાનો પોલીસ મહાનિદેશકને આદેશ આપ્યો છે.
ગુરૂવારની રાતે કાનપુર જિલ્લાના ચૌબેપુરના વિકરૂ ગામે એક વ્યક્તિની ફરિયાદના આધારે એક ખુંખાર આરોપીને પકડવા ગયેલી કાનપુર પોલીસ પર આરોપી અને તેના સાગરીતોએ ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક પોલીસ અધિકારી સહિત ત્રણ સબ ઈન્સપેક્ટર અને 4 પોલીસ કોન્સ્ટેબલ ઘટના સ્થળે જ શહીદ થઈ ગયાં હતા.
