જનમત સંગ્રહમાં જંગી જનાદેશ પર PM નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીન સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી. પ્રધાનમંત્રીએ પુતિનને બીજા વિશ્વયુધ્ધમાં જીતના 75 વર્ષ પૂર્ણ કરવા અંગે યોજાયેલા સમારંભને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રશિયામાં બંધારણને લગતાં સુધારા માટેના સફળતાપૂર્વકના મતદાન માટે પણ અભિનંદન આપ્યા હતાં. રશિયાની જનતા વચ્ચે મિત્રતાના પ્રતિક સમાન મોસ્કોમાં ગયા મહિનાની 24 તારીખે યોજાયેલી સૈન્ય પરેડમાં ભારતીય ટુકડીના સામેલ થવાની પણ પ્રધાનમંત્રીએ યાદ અપાવી હતી. બંને દેશોના નેતાઓએ વૈશ્વિક મહામારી એવી કોવિડ-19 પર નિયંત્રણ મેળવવા માટે લેવાયેલા પગલાની પણ એકબીજા સાથે ચર્ચા કરી હતી. આવનારા પડકારોને પહોંચી વળવા અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓઓ દ્વિપક્ષિય સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે યોજાનારા દ્વિપક્ષિય શિખર સંમેલન માટે પુતિનના સ્વાગત માટે ઉત્સુકતા દર્શાવી હતી. પુતિને પણ પીએમ મોદીનો આભાર માન્યો હતો તેમજ તમામ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી
