મિશન વંદે ભારતના ચોથા તબક્કાની શરૂઆત
Live TV
-
17 દેશમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે
મિશન વંદે ભારતનો ચોથો તબક્કાની આજથી શરૂઆત થઇ છે. 15 જૂલાઈ સુધી ચાલનારા આ અભિયાન હેઠળ 17 દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે. જેના માટે એરઈન્ડિયા 170 થી વધુ વિમાનો સંચાલિત કરશે.
આ ઉપરાંત વિદેશમાં ફસાયેલા લોકો માટે આ સમય મર્યાદા અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસ 134, ઈન્ડિગો 153., ગો એર 41., સ્પાઈસ જેટ 8 વિમાનોનું સંચાલન કરશે. વંદે ભારત અભિયાન હેઠળ અત્યાર સુધીમાં આશરે 700 ફ્લાઈટ દ્વારા દોઢ લાખ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
