Skip to main content
Settings Settings for Dark

બિહાર: વિવિધ વિસ્તારમાં વીજળી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત

Live TV

X
  • બિહારમાં ગઈકાલે અનેક વિસ્તારમાં વીજળી પડવાની ઘટનામાં 26 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતકોમાં મોટાભાગે , ખેડૂતો અને શ્રમિકોનો સમાવેશ થાય છે , જેઓ ખેતરોમાં કામ કરી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહમાં વીજળી પડવાથી રાજ્યમાં 100થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

    ગઇકાલે જે આઠ જિલ્લામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. એમાં પટના. સમસ્તીપુર.પૂર્વી ચંપારણ પશ્ચિમ ચંપારણ., શિવહર., કટિહાર, મધિપુરા , અને પૂર્ણિયા જિલ્લાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને , 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે ઈજાગ્રસ્તોની નિઃશુલ્ક સારવાર કરવાના પણ આદેશ આપ્યાં છે.

    બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાની , આગાહી કરી છે. લોકોને આ દરમિયાન , ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કરૂણ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે , ઉંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું , રાજ્ય સરકાર અને આપત્તિ નિવારણ ટીમ રાહત અને બચાવ કાર્યક્રમમાં લાગેલી છે. અમિત શાહે પોતાના ટ્વિટ સંદેશમાં , આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે, શોકની લાગણી પણ વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply