Skip to main content
Settings Settings for Dark

કોરોનાના વધી રહેલા કેસને લઇને કેન્દ્ર સરકારનો નિર્ણય, ટેસ્ટિંગ વધારવા પર મુકયો ભાર

Live TV

X
  • કેન્દ્ર સરકારે કોવિડ-19 ના ટેસ્ટિંગ વધારવા પર વધુ ભાર મુક્યો છે. કેન્દ્રએ કહ્યું છે કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને લઈ ને ટેસ્ટિંગની પ્રક્રિયાને વધુ ને વધુ આગળ વધારવામાં આવે. કેન્દ્ર એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેમ્પેઈન મોડમાં ટેસ્ટિંગ માટે પ્રયાસ કરવા પર ભાર મુક્યો છે.

    સરકારે વધુ કેસ ધરાવતા વિસ્તારોમાં, શિબિરો બનાવવાનું પણ કહ્યુ છે. આ ઉપરાંત, મોબાઈલ વેન દ્વારા સેમ્પલ એકત્રિત કરવાનો આગ્રહ કર્યો છે. તમામ લક્ષ્ણ ધરાવતા લોકો અને કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું સેમ્પલ લેવામાં આવે રેપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા, સેમ્પલ ની તપાસ કરવા માં આવે અને તમામ લેબ પોતાના ડેટાને I.C.M.R.ને મોકલે. આ તરફ દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર વધીને 60 ટકાથી ઉપર પહોંચ્યો છે.

    છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 19 હજાર 428 કેસ નોંધાયા છે. જ્યારે 12 હજારથી વધુ લોકો સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થયાં છે. જ્યારે વધુ 438 લોકોનાં મોત થતાં, દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 17 હજાર 834 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં, કુલ 3 લાખ 59 હજાર 859 લોકો , કોરોનાને માત આપીને , સ્વસ્થ થયાં છે. હાલ 2 લાખ 26 હજાર 947 , સક્રીય સંક્રમિત કેસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply