પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી લેહની મુલાકાત, CDS બિપીન રાવત પણ રહ્યા હાજર
Live TV
-
પ્રધાનમંત્રીએ નીમુમાં સેનાના જવાનો સાથે વાતચીત કરી
ભારત-ચીન વચ્ચેની તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લેહની મુલાકાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે લેહમાં 11,000 ફીટ પર સ્થિત નીમુ ક્ષેત્રમાં આર્મી, એરફોર્સ અને આઇટીબીપીના જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત પણ લેહ પહોંચ્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાત દરમિયાન પૂર્વ લદાખમાં હાલની સ્થિતિની માહિતી પણ મેળવશે. નાર્દન આર્મી કમાન્ડર દ્વારા આ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કરાશે
