Skip to main content
Settings Settings for Dark

કાળા નાણા વિરુદ્ધના અભિયાનમાં સરકારને મોટી સફળતા મળી

Live TV

X
  • સ્વિસ બેન્કોમાં ભારતીયોના કાળા નાણાના પ્રમાણમાં વધારો થયા હોવાના અહેવાલોને નકારતા કેન્દ્રીય નાણા મંત્રી પિયુષ ગોયલે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય બેન્કોમાં કાળા નાણામાં 80 ટકાનો ઘટાડો થયો છે. 2013માં સ્વિસ બેન્કોમાં ભારતીયોની નોન બેન્કિગ લોન અને ડિપોઝીટની કુલ રકમ 264.8 કરોડ ડોલર હતી જે 2017માં ઘટીને 52.4 કરોડ ડોલર થઈ ગઈ છે. સરકારનો દાવો છે કે કાળા નાણા સામે મોદી સરકારના અભિયાનના પરિણામે આ ઘટાડો થયો છે.

    નરેન્દ્ર મોદી સરકારની કાળા નાણા વિરુદ્ધના અભિયાનને જોરદાર સફળતા મળી છે. છેલ્લા ચાર વર્ષના એનડીએ શાસનમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોના ખાતામાં જમા રકમમાં 80 ટકાનો ઘટાડો થયો છે. નાણા મંત્રી ગોયલે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન એક પૂરક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. 2016ની સરખામણીએ 2017માં આ રકમમાં 34 ટકાનો ઘટાડો થયો છે. ગોયલે સ્વિસ બેન્કોમાં કાળા નાણામાં વધારો થયો હોવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply