મોબ લિન્ચિંગ મુદ્દે આખરે કેન્દ્ર સરકારે સમિતિની રચના કરી
Live TV
-
દેશભરમાં ભીડ દ્વારા મારપીટની ઘટનાઓને પગલે કેન્દ્ર સરકારે ગૃહ સચિવના વડપણ હેઠળ સમિતિની રચના કરી છે. ગૃહ પ્રધાન રાજનાથસિંહે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સમિતિ એક મહિનામાં અહેવાલ રજૂ કરીને આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે શું કરી શકાય એ અંગે ભલામણો આપશે.
મોબ લિન્ચિંગની ઘટનાઓ સામે કેન્દ્ર સરકાર સક્રિય બની છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગમાં થયેલી ઘટનાઓને લઈને સરકાર ચિંતિત છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન અને મોબ લિન્ચિંગની ઘટનાઓ રોકવા માટે કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબાના વડપણમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. દરમ્યાન અલવરની ઘટનાને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે.
