કાશ્મીરમાં આતંક પર પ્રહાર યથાવત્
Live TV
-
રાજ્યમાં ગયા વર્ષે 272 તો આ વર્ષે 70 આતંકીઓનો ખાત્મો
જમ્મુ કશ્મીરના DGPએ જણાવ્યુ હતું કે આતંકવાદી સંગઠનોમાં સ્થાનિક લોકોની ભરતીમાં ઘટાડો થયો છે. સેના અને પોલીસની સંયુક્ત પત્રકાર પરિષદમાં DGP દિલબાગ સિંઘે કહ્યું કે વર્ષ 2018માં 272 આતંકવાદીઓને ઠાર મરાયા છે અને મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સેનાએ જણાવ્યુ હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે પૂરી તાકાતથી કાર્યવાહી ચાલુ રહેશે અને આતંકવાદને વધવા દેવામાં આવશે નહીં. વર્ષ 2019માં 70 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે 12 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પુલવામા હુમલાની ઘટના પછી અત્યાર સુધીમાં 41 આતંકવાદી ઠાર મરાયા છે. જે પૈકી 25 આતંકી જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા.
