કાશ્મીરમાં બધું સામાન્ય, 3 મહિનામાં 50હજારથી વધુ યુવાનોને મળશે નોકરીઃ રાજ્યપાલ
Live TV
-
અનુચ્છેદ 370 હટ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ મહિનામાં 50 હજારથી વધુ યુવાનોને અપાશે નોકરી.રાજ્યપાલ સત્યપાલ મલિકની જાહેરાત.રાજ્યમાં પરિસ્થિતિ થઈ રહી છે સામાન્ય.
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી જોગવાઈ 370ને રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી કેટલીક અરજીઓ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. હવે આ અરજીઓની સુનાવણી આગામી ઓક્ટોબરમાં સુપ્રિમકોર્ટના પાંચ જજની બંધારણીય પીઠ પર સુનાવણી કરશે.
સુપ્રીમકોર્ટ અરજીકર્તાઓને જમ્મુ કાશ્મીર જવા માટેની મંજુરી આપી હતી. પરંતુ કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાની પણ સલાહ આપી હતી. કોર્ટના આદેશ બાદ નેતા સીતારામ યેચુરી જમ્મુ કાશ્મીર જઈ પોતાની પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય યુસુફ તારેગામીને મળી શકશે.
સુપ્રીમકોર્ટ કાશ્મીર વિદ્યાર્થિઓની અરજી પર સુનાવણી કરી, કહ્યું કે, અરજીકર્તા વિદ્યાર્થિઓને અનંતનાગ જઈ પરિવારજનોને મળવાની મંજુરી આપી દીધી. જમ્મુ કાશ્મીર સરકારને તેના માટે વ્યવસ્થા અને સુરક્ષા કરી આપવનો નિદેશ પણ આપ્યો.
