Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી કરશે 'ફિટ ઇન્ડિયા અભિયાન'ની શરૂઆત

Live TV

X
  • શારીરિક વ્યાયામ તથા રમત-ગમતને લોકપ્રિય બનાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી અભિયાનની શરૂઆત

    રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરશે. શારીરિક વ્યાયામ તથા રમત-ગમતને લોકપ્રિય બનાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દરેક ભારતીય માટે છે. આ ઉપરાંત આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહ યોજાશે.

    ખેલો ઈન્ડીયા પછી હવે ફિટ ઈન્ડિયા કેન્દ્ર સરકારની બીજી મહત્વકાંક્ષી યોજના છે. આ અભિયાન દરેક ભારતવાસી માટે છે. જેથી તેઓ ફિટ અને સ્વસ્થ રહી શકે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ ભારત સરકારનું રમતજગત મંત્રાલય અન્ય મંત્રાલયો સાથે તાલમેલ સાધી કામ કરશે. જેથી વ્યાપક સ્તર પર આ અભિયાન લાગુ કરી શકાય.

    'ફિટ ઈન્ડિયા અભિયાન'માં ફિલ્મ જગત, રમત જગત ઉપરાંત તમામ હસ્તીઓ હાજર રહી હતી. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આ અભિયાન માટે વિડીયો મેસેજ પણ આપ્યો છે.

    આ અભિયાન દરેક ગામ અને પંચાયત લેવલથી શરુ થઈને બ્લોક, જિલ્લા અને પછી રાજ્ય સ્તરે ચાલશે. તમે પણ રાષ્ટ્રનિર્માણના અભિયાનનો ભાગ અચૂક બનો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply