ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડથી સન્માન કરશે રાષ્ટ્રપતિ
Live TV
-
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિત 19 ખેલાડીઓને પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ અને રાષ્ટ્રીય ખેલ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલવાન વિશ્વના પ્રથમ ક્રમાંક બજરંગ પુનિયા તથા રિઓ પેરા ઓલિમ્પિક્સમાં રજત પદક વિજેતા પેરા એથલેટ દીપા મલિક વગેરે ખેલાડીઓને ખેલરત્નથી સન્માનિત કરશે.
ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર એક સમારોહમાં દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ભવનમાં એક સમારોહમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિત 19 ખેલાડીઓને પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ એટલે કે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરુઆત કરાવશે. બાળકો, કિશોરો, પુખ્તવયના નાગરિકો તથા વૃદ્ધો તમામ લોકો જો તંદુરસ્ત હશે તો જ દેશ માટે તંદુરસ્ત વાતાવરણ ઊભું થશે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ મહિલાઓ સહિત તમામ વ્યક્તિઓ માટે એક રસપ્રદ અભિયાન હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
