મોદી સરકારના બીજા કાર્યકાળના 75 દિવસો પર પ્રકાશ જાવડેકરે રજૂ કરી બુકલેટ
Live TV
-
મોદી સરકારના કામકાજના લેખાજોખા જનતા સામે રાખવા બ્યૂરો ઓફ આઉટરીચ જનકનેક્ટ નામથી એક બુકલેટ જાહેર કરી છે
સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સરકારના 75 દિવસના કામકાજના લેખાજોખા દસ્તાવેજ તરીકે જનતાની સામે રાખ્યાં હતાં. 'સહી નિયત, મજબૂત ફૈસલે' ટાઈટલ હેઠળ આ બુકલેટમાં ગામ, ગરીબ, મજૂર, ખેડૂત અને મહિલાઓ માટે શરુ કરેલી યોજનાનો ઉલ્લેખ છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કામકાજના લેખાજોખા જનતા સામે રાખવા માટે સૂચના પ્રસારણ મંત્રાલયના બ્યૂરો ઓફ આઉટરીચે જનકનેક્ટ નામથી એક બુકલેટ જાહેર કરી છે. દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં આ બુકલેટ જાહેર કરવામાં આવી હતી. મોદી સરકારના 75 દિવસનું લેખાજોખા રજૂ કરવામાં આવ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાશ્મીર સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.
જો વાત કરવામાં આવે સરકારના 75 દિવસોના મોટા નિર્ણયોની તો..
કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યું, ક્રાંતિકારી બજેટ રજૂ કરવામાં આવ્યું, 100 લાખ કરોડથી પાયાના માળખાનો વિકાસ કરવામાં આવશે, મુસ્લીમ મહિલાઓની મદદ માટે ત્રણ તલાક બિલ પાસ કરવામાં આવ્યું. 90 હજાર કરોડના ખર્ચે ખેડૂતોને દર વર્ષે 6000 રુપિયા મળશે, ખેડૂતો માટે પેન્શન યોજના, 40 કરોડ અસંગઠિત મજૂરોને પેન્શન મળશે. મજૂરોને લઘુતમ પગાર સાથે જોડાયેલું બિલ પાસ થયું. નાના વેપારીઓને પેન્શન, મોટર વ્હીકલ કાનૂનમાં સંશોધન, સુરક્ષા દળો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.પ્રકાશ જાવડેકરે એ પણ કહ્યું કે પહેલાની સરકારો રિપોર્ટ આપતી નહોતી. જોકે, હવે 50 દિવસ અને 75 દિવસમાં સરકારના લેખાજોખા આપવામાં આવ્યાં છે.
