કાશ્મીર મામલે ભારતને મળ્યો રશિયાનો સાથ
Live TV
-
બે દેશના આંતરિક મામલામાં અન્ય દેશ દખલ ન કરે
જમ્મુ કાશ્મીર મામલે ભારત રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું જોરદાર સમર્થન મળ્યું છે..રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, ભારત રશિયાના પ્રમુખ ભાગીદારોમાંના એક ભાગીદાર છે..
ભારત-રશિયાના સંબંધને એક નવી દિશા મળી જ્યારે રશિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું...રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદી સાથે મુલાકાત કરી અને પહેલા બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને બાદમાં ગળે પણ મળ્યા.પીએમ મોદીએ એ સમય પણ યાદ કર્યો જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રશિયાના પ્રવાસે આવ્યા હતા..
ભારત-રશિયા વચ્ચે 20મી શિખર વાર્તા પણ થઇ..જેમાં દ્રીપક્ષિય મુદાઓ ઉપરાંત વૈશ્વિક મુદાઓ, ઇન્ડો પેસિફિક ક્ષેત્રે પણ ચર્ચા કરવામાં આવી..અફઘાનિસ્તાન મામલે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે, બંને દેશ સ્વતંત્ર અને સુરક્ષિત અફઘાનિસ્તાન માટે કામના કરે છે..એટલુ જ નહીં રૂસ અને ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે, કોઇ પણ દેશના આંતરિક મામલામાં કોઇ અન્ય દેશની દખલગીરી કરવી યોગ્ય નથી..
