ત્રણ દિવસીય દક્ષિણકોરિયાના પ્રવાસે કેન્દ્રીય સંરક્ષણમંત્રી
Live TV
-
રાજનાથ સિંહે ભારત અને દક્ષિણ કોરિયાના વર્ષો જૂના સંબંધોનો ઉલ્લેખ કરતાં વર્તમાન સમયમાં પણ સહયોગના તમામ ક્ષેત્રમાં વધુ સહયોગ આપવા પર ભાર મુક્યો હતો
ત્રણ દિવસીય દક્ષિણકોરિયાના પ્રવાસે ગયેલા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પ્રથમ દિવસે પ્રધાનમંત્રી લી-નૈક-યોન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારત અને દક્ષિણકોરિયા વચ્ચે સુદ્રઢ થતાં સંબંધો વિષે વિસ્તારથી ચર્ચા કરી હતી. સાથે બંને દેશોના ઉચ્ચ સ્તરીય રાજકીય નેતૃત્વની પણ સરાહના કરી હતી. રાજનાથ સિંહે ભારત અને દક્ષિણ કોરિયાના વર્ષો જૂના સંબંધોનો ઉલ્લેખ કરતાં વર્તમાન સમયમાં પણ સહયોગના તમામ ક્ષેત્રમાં વધુ સહયોગ આપવા પર ભાર મુક્યો હતો. તો બીજી તરફ કોરિયા ગણરાજ્યના પ્રધાનમંત્રીએ રાજનાથ સિંહના પ્રવાસને લઈને ખુબજ ખુશી વ્યક્ત કરી સાથે જ આશા વ્યક્ત કરી કે, રક્ષા ક્ષેત્રની સાથે અન્ય ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચેના સહયોગને નવા સ્તર પર લઈ જશે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની સાથે રક્ષાસચિવ અજયકુમાર અને દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત પ્રિયા રંગનાથન પણ ઉપસ્થિત રહ્યા હતાં.
