પંજાબમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,,23 લોકોના મોત
Live TV
-
મૃતકોમાં મોટા ભાગના મજૂરોનો સમાવેશ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ દૂર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી 23 લોકોના મોત થયા છે, સાથે જ આ દુર્ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટનો અવાજથી આસપાસના વિસ્તાર સુધી પહોંચ્યો હતો. ઘટનાસ્થળ પર સ્થાનિક તંત્ર સહિત પોલીસના જવાન મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી..વિસ્ફોટના કારણે 500મીટર દૂર પણ અસર થઈઃ ઘટનાસ્થળથી અંદાજે 500 મીટર દૂર આવેલા મોલના ત્રીજા ફ્લોરના કાચ પણ તૂટ્યાં હતા. સાથે અન્ય એક શો રૂમને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેના કારણે ફેક્ટરી બહાર ઊભેલી કાર પણ નાળામાં ખાબકી હતી. જોકે આ સમગ્ર દૂર્ઘટના મામલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું હતું..
