INX મીડિયા કેસઃ પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટનો ઝટકો
Live TV
-
કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી, ગમે ત્યારે ઇડી કરી શકે છે ધરપકડ
સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ઝટકો આપ્યો છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો છે અને તેમની અરજી ફગાવી દીધી છે. એટલે કે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) INX મીડિયા કેસમાં પૂછપરછ માટે પી. ચિદમ્બરમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, એજન્સી પૂર્વ મંત્રીની કસ્ટડી લઈને પૂછપરછ કરી શકે છે. નોંધનીય છે કે, પી. ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી આજે પૂરી થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપતા કહ્યું છે કે, ઈડીએ જે દસ્તાવેજો ભેગા કર્યા છે તે ચિદમ્બરમને બતાવવાની જરૂર નથી. તે ઉપરાંત એજન્સીએ પૂર્વ મંત્રીને શું સવાલ-જવાબ કર્યા છે તેની ટ્રાન્સક્રિપ્ટ પણ કોર્ટને આપવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, શરૂઆતમાં જ વચગાળાના જામીન આપી દેવાથી તપાસમાં નુકસાન થઈ શકે છે. તેથી આ સંજોગોમાં વચગાળાના જામીન આપવા યોગ્ય નથી.
